ગઝલ - આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી

તણખલા શબ્દનાં તૂટી ગયાં શું
ને પરપોટા બધા ફૂટી ગયા શું

હવે માથે કોઈ મીંડું ન મળતું
અનુસ્વારો બધા ખૂટી ગયા શું

અરે આ સૂર્યનું તૂટેલ પૈડું
અને અશ્વો બધા છૂટી ગયા શું

ચહેરા કોઈ દર્પણમાં ન ફરકે
પ્રતિબિંબો બધાં ફૂટી ગયાં શું

હ્દય વેરાન ઉજ્જડ પાટનગરી
કે ઈચ્છાના દળૉ લૂંટી ગયા શું

રદીફ આધાર શોધે શૂન્યતામાં
ખરેખર કાફિયા ખૂટી ગયા શું

ગઝલટાપુનું આ એકાંત આદિલ
બધાયે સેતુઓ તૂટી ગયા શું

3 Responses to “ગઝલ - આદિલ મન્સૂરી”

  1. hello sir, we can not really enjoy reading any of your gazals on this site… all words are scrambled up… please kindly check your theme!

    Thank you!

  2. હવે માથે કોઈ મીંડું ન મળતું
    અનુસ્વારો બધા ખૂટી ગયા શું

    મને આનો એક અર્થ એવો મળ્યો -
    ‘હું ‘ પરથી અનુસ્વાર નીકળી જાય અને ‘હુ’(who) થઈ જાય !!

  3. “ગઝલટાપુનું આ એકાંત…”
    Adilbhai, as usual, truth easily seeps from your ghazal.

Leave a Reply