ગઝલ - આદિલ મન્સૂરી

  ગઝલ  -  આદિલ મન્સૂરી

બધાયે સામટા ખખડી રહ્યા છે
આ જર્જર શબ્દ જૂના થઈ ગયા છે

સમયની ધૂળના છે થર ઉપર થર
ઉપર એકાંતનાં પગલાં પડ્યાં છે

ને ઊંડે મૂળમાં લાગ્યો છે લૂણો
ને ચારે ખૂંટ પાયા હચમચ્યા છે

કરાવો રંગ ને રોગાન નવતર
બધેબધ પોપડા ઉખડી રહ્યા છે

અનર્થોનાં ભટકતા ચામાચિડિયા
નિરવતા પૂર પડઘા ઓગળ્યા છે

પહેરણ જિર્ણ જૂનું લીરેલીરા
ને ઉપર થીગડાં આદિલ નવાં છે

6 Responses to “ગઝલ - આદિલ મન્સૂરી”

  1. A A W W
    Dear Brother Adilbhai

    Hi hope my message finds you in best of health and imaan

    I just surfed to your website after Mr Patel (Patbro )gave me.

    I see some beautiful poems up there j different subjects. You seem to write nice MashaaAllah.

    Let me introduce our selves
    I am Hassan Mayet. President, and next to me is Mr Bashir Karolia, secretary.
    We are from Alipore Social Welfare Trust(ASWT) which runs and manage Alipore Hospital.

    Mr. Patel told me that you are very keen and have special feelings for higher education for underpreviledged ans poor students.

    We, at ASWT, are since 3 year have started ASWT EDUCATION RELIEF & SCHOLARSHIP FUND.

    We are giving scholarships foe higher education for poor so that in future they become self-reliant and have enough resources to give back to the community apart from looking after family and better standard of living.

    During the Academic year 06-07 we had sponsored for 8 MBBS Doctors Degree Students and 4 Dental students. We also gave scholarships for higher educations for the students seeking educations in different faculties and fields.

    You can visit our website, www.aliporehospital.com WEBPAGE click scholarship.

    If you are interested or need further informations in our project please do email me at president@aliporehospital.com

    With best regards and request for duaas

    Hassan Bashir

  2. Nice Gazals and poems and most important thing is you write beautifully

    May Almighty Allah grant you success and May He accept your effort towards the community’s well-beings. Ameen

    Wassalaam

    Hassan

  3. પહેરણ જિર્ણ જૂનું લીરેલીરા
    ને ઉપર થીગડાં આદિલ નવાં છે

    સરસ,મારી બા થીગડાં મારી કપડાં લાંબા ચલાવતી હતી અને અમદાવાદી કરકસર કરતી હતી તે યાદ આવી ગયું.મારો નંબર ત્રીજો એટલે બે મોટાભાઈઓના ઉતરેલાં કપડાં ય બહુ પહેર્યા છે.મોટાભાઈને નવું ખમીસ મળે ત્યારે ઈર્શ્યા નહીં, પણ એવી આશા થતી હતી કે છ મહીને તેને ટુંકું પડશે પછી પોટલામાં સાચવીને મુકી દેવાશે, અને ત્રણ વરસે મને મળશે !!! ભરચક વોર્ડરોબોમાં એ મજા ક્યાં?

    અને જીંદગીમાં પડેલા ઘાવોથી જીર્ણ શીર્ણ પોત ઉપર કોસ્મેટીકના લપેડા આવાં થીગડાં જ લાગતા હોય છે.

  4. સમયની ધૂળના છે થર ઉપર થર
    ઉપર એકાંતનાં પગલાં પડ્યાં છે

    -સુંદર ગઝલ…

  5. ગઝલકાર ‘આદિલ’જીને ! –જુગલકીશોર.
    [શીખરીણી]

    નદીની રેતીમાં નગર રમતું જોઈ, તમને
    જવાનું ના રુચ્યું; ભીની ભીની સુગંધો શ્વસનમાં
    ભરી ઉંડી, જોઈ લીધ નજર મીઠી સ્વજનની,
    ગ્રહી લીધું આંખે ઘર,ગલી,ભીંતો,બારી- સઘળું
    વીચારી, કે સંધું ફરી કદી મળે કે નવ મળે ! 5

    તમે તો સંબંધો રડી રડી લીધા, એમ સમજી
    મળેયે ના પાછા કબર થકીયે, આદિલ, ખરે !
    તમે તો આંખોમાં હમસફર થાવા લઈ લીધા
    ચહેરાઓ ! માથું કીધું વતનની ધુળથી ભર્યું ! 9

    તમે ઉપાડ્યો જે પગ ધરતીથી આ વતનની,
    અને મેલ્યો એને નવતર ભુમીમાં જઈ, ભલે.
    લીધું-દીધું જે કૈં વતનનું બધું ચોગુણ થયું !! 12

    ભલે માનો માનો, ગયું બધુંય પાછું નવ મળે;
    પરંતુ, જાણો ,’એ’ ગયું ન; રહ્યું,મ્હોર્યું,હર પળે ?! 14

    જય ગુર્જરી,

    ચેતન ફ્રેમવાલા

  6. આ રચના ગુજરાતી વેબ જગતનાં મુર્રબી શ્રી જુગલ કિશોર ભાઈ ( જુ કાકા) એ રચેલ છે.

Leave a Reply