ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
ચોતરફ છે મૌનનો અંધારપટ
થઈ શકે તો શબ્દરૂપે થા પ્રગટ
આપણો સંબંધ છે સીધો ને સટ
વચ્ચે ના લાવો પરંતુ, ઇફ કે બટ
ઓલવાઈ જાય દીવો તે પ્રથમ
સર્વ બાબતની કરી લો ચોખવટ
રાતભર સાથે રહે પણ દિવસે
મારો પડછાઓ કહે છે દૂર હટ
મૂક પ્રેક્ષક થઈ બધું જોયા કરો
જીંદગી છે એક મૂંગુ બોલપટ
ટ બહુ ચંચળ ઉછળતો કૂદતો
એ રમતને પણ કરી નાખે રમટ
કોઈના મોઢે છે મધપૂડો અને
દિલમાં ઠાંસોઠાંસ શત્રુતા કપટ
Posted on August 5th, 2007 by adil
Filed under: General
Leave a Reply