ગઝલ

ગઝલ - આદિલ મન્સૂરી

તમે ચારે તરફ બ્રહ્માંડ્ થઈને વિસ્તરી જાઓ
પરતું મારી દષ્ટિનું પડળ અળગું કરી જાઓ

ગઝલની ભીની રેતી પર તમે પગલાં કરી જાઓ
બધાંયે છીપલાં ખાલી પડ્યાં મોતી ભરી જાઓ

કોઈ દરવેશ દ્વારે ક્યારનો ચુપચાપ ઊભો છે
ઉઘાડો બારણું ને હાલ પર દષ્ટિ કરી જાઓ

હવે આ તૂટલી હોડી લઈને ક્યાં સુધી ફરશો
કિનારા દૂર છે, આ બેટ ઉપર લાંગરી જાઓ

અતિથિ થઈ મરણ જો બારણે આવે તો દેવોભવઃ
તે કાઢો પ્રાણની ચાદર ને પગમાં પાથરી જાઓ

ભલે એ દ્વાર ના ખોલે ભલે એ હાલ ના પૂછે
છતાં એ આંગણે આદિલ તમે પાછા ફરી જાઓ

One Response to “ગઝલ”

  1. આદરણીય શ્રી આદિલજી, પ્રણામ!

    તમારી વેબ સાઇટ પર એક પણ પોસ્ટ બરાબર વંચાતી નથી… બધું જ ફોર્મેટ ખોરવાઇ ગયેલું દેખાય છે!! એક પણ ગઝલ બરાબર વાંચીને માણી શકાતી નથી!!

Leave a Reply