ગઝલ

  ગઝલ  -  આદિલ મન્સૂરી

આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો
સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો

ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર
સૂરજનો અંધકાર નહીં જીરવી શકો

થાકી જશો શરીરની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો

આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને
એકાંત પણ ધરાર નહીં જીરવી શકો

મારગમાં એક એવી અવસ્થા ય આવશે
જ્યાં મૌનનો ય ભાર નહીં જીરવી શકો

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો

મિત્રો કે શત્રુઓથી બચી નીકળો પછી
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો

માથું ઘણુંજ નાનું છે પંડિતજીને કહો
આ પાઘડીનો ભાર નહીં જીરવી શકો

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
માથે સતત હગાર નહીં જીરવી શકો

આદિલ સુખેથી શ્વાસ નહીં લઈ શકો તમે
એના સતત વિચાર નહીં જીરવી શકો

૨૬મી સપ્ટેમ્બર, ૨૦૦૬. ન્યુયૉર્ક.

3 Responses to “ગઝલ”

  1. આદરણીય આદિલજી,
    આજે પહેલી જ વખત આપના બ્લોગ પર આવ્યો છું. આપ તો અમારી પ્રેરણામૂર્તિ છો.
    આપને જે કોઇ જરૂરત આ કાર્ય માટે હોય તે કરવાનું સદ્ ભાગ્ય મળશે તો મને આનંદ થશે.
    એ અમારો લ્હાવો હશે કે આપની સાથે વાત ચીત પણ કરી શકીશું.
    એક સૂચન- આપના બહોળા જ્ઞાનનો અનુભવ જુવાનીયાઓ અને મારા જેવા બાળકોને મળે તો એક સારું કામ થશે.
    મારી બહુ જ પ્રિય કવિતા વાંચી પ્રતિભાવ આપશો તો આભારી થઇશ.
    http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

  2. મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
    માથે સતત હગાર નહીં જીરવી શકો…….

    what a feeling sir……

  3. I have come to this website first time. Really, amazing one!
    “Thaki jasho sharir ni sathe fari fari,
    Hovapana no bhar nahi jiravi shako..”
    and
    “Mrityu no ghaa kadach tame jav jiravi,
    Jeevan no betho mar nahi jiravi shako..”

    leads to think towards fusion (May be confusion!)of realities of jeevan, mrityu and spiritual orientation in a person’s life.

    Very touchy!
    and congrates to Shri Adilbhai for sharing his new gazals on this blog…

Leave a Reply