ગઝલ

ગઝલ - આદિલ મન્સૂરીહાટો જુદી કરી ને હટાણાં જુદા કર્યાં
એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યાં

જોવાનું દ્શ્ય જ્યારે વહેંચી શક્યા નહીં
ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યાં

જીવતર-પછેડી જેને બધા ઓઢતા હતા
તેના બધાય તાણા ને વાણા જુદા કર્યા

ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું
પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા

સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા
આવ્યા’તા ત્યારે સર્વના આણાં જુદા કર્યાં

અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો
ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં

ખખડાટ વાસણોનો વધ્યો જ્યારે ખોરડે
તે છાપરા તળે ન સમાણા જુદા કર્યા

ખેતરમાં સૌએ સાથે મળી ખેડ તો કરી
જ્યારે ફસલ લણાઈ તો દાણા જુદા કર્યા

ભૂખ્યાજનોને પારણાં કરવાને નોતરી
મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યાં

આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ
આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં

મનસુબા રાતોરાત બધા પાર પાડવા
પારંગતો હતા જે પુરાણા જુદા કર્યા

યાદીઓ જોતજોતામાં તૈ્યાર થઈ ગઈ
જેના લલાટે લેખ લખાણા જુદા કર્યા

દુર્ભાગી માણસોના મરણના બજારમાં
સૌદાગરોએ વિશ્વમાં નાણાં જુદા કર્યાં

માણસના હાથે જીવતા સળગાવ્યા તેનાથી
ભૂકંપે જીવતા જે દટાણા જુદા કર્યા

બે આંખનીયે કોઈને નડતી નથી શરમ
પાડોશીઓ જે જોઈ લજાણા જુદા કર્યા

કોઇએ ગદ્ય, ગીત અને કોઈએ ગઝલ
આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યાં

૧૭મી જાન્યુઆરી, ૨૦૦૩. ન્યુયૉર્ક.

11 Responses to “ગઝલ”

  1. “બે આંખનીયે …”
    આદિલભાઈ કેટલી સાચી વાત સાવ સરડતાથી કહી દીધી!

    સાતકમા શેરમાં “છાપરા તળે ન સમાણા” કે “છાપરા તળે ના સમાણા”?

    પ્રશાંત

  2. Adil Saheb
    In a LIVE Mushaira I wouldsay “MUKKARAR” to the following COUPLETS:-
    “Prapanchonaa Badhaa Shadhne Halesaan Kaam Nahee Aavey
    Maran Naa Roopmaa Jyarey Mahachhalnee Nadee Malshey”
    Siraj Patel “Paguthanvi”
    Secretary Gujarati Writers’ Guild -UK

  3. આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ
    આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં

    બહુ રોચક વાતો છે,,,

    આજે પ્રથમ વખત અહી આવી ચડ્યો અને જાણે ગઝલનાં મીઠા મધુરા સાગર તટે આવી પહોચ્યો…

  4. અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો
    ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં…

    -જિંદગીની આ વાસ્તવિક્તા નજરે ચડે તો સરહદો ઓગળતા વાર ન લાગે…

    શ્રી આદિલભાઈ,
    નાના મોઢે મોટી વાત લાગે તો ક્ષમા ચાહું છું. ક્યારેક સમય મળે તો મારા સ્વરચિત કાવ્યોની વેબ-સાઈટ જોવા નમ્ર વિનંતી છે:

    http://vmtailor.com/

  5. adilsab pratham pranam i i m frm ahmedabad……ghana samaya pachhi apani kavita vanchanvanu shaubhagya aaje sampdyu….i haal amadavadj rahu chhu aetale jyare pan sabarmati upar najar pade tyare “nadine retma ramtunagar…yaad aavej kem ke apana aej gazal to mai paheli var vancheli i think in a 9th std….i enjoy ur lots of gazal today…..kaheva mate shabdo nathi …i am police constble in ahmedabad city http://naraj.wordpress.com is a my blog url

  6. Can’t read. Lines are superimposed.

  7. ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું
    પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા

    ખુબ સરસ…

  8. Aa dil chahe chhe adilne.bus vadhu to shoon lakhu tamene charek ghazalo jevi kavitao mokali hati teno tame haju mane pratyuttar valyo nathi.Aa dilipne kem bhulo chho?

  9. Aa dil chahe chhe ADILNE.Vadhu to shoon lakhu? Hoo pan dil….ip choon!

  10. આખી ગઝલ સુંદર પણ
    આ શેરો તો અતિ સુંદર

    કોઇએ ગદ્ય, ગીત અને કોઈએ ગઝલ
    આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યાં

    સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા
    આવ્યા’તા ત્યારે સર્વના આણાં જુદા કર્યાં

    અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો
    ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં

    ભૂખ્યાજનોને પારણાં કરવાને નોતરી
    મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યાં

    આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ
    આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં

    મનસુબા રાતોરાત બધા પાર પાડવા
    પારંગતો હતા જે પુરાણા જુદા કર્યા

    અને દરેક રીસપોનસિસ પર એવી રીતે
    છાપી કે ગઝલનાં રસીઆ જ માણી શકે!!

  11. અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો
    ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં…

    -જિંદગીની આ વાસ્તવિક્તા નજરે ચડે તો સરહદો ઓગળતા વાર ન લાગે…

    શ્રી આદિલભાઈ,
    નાના મોઢે મોટી વાત લાગે તો ક્ષમા ચાહું છું. ક્યારેક સમય મળે તો મારા સ્વરચિત કાવ્યોની વેબ-સાઈટ જોવા નમ્ર વિનંતી છે:

Leave a Reply

« ગઝલ »