ગઝલ

ગઝલ – આદિલ મન્સૂરીહાટો જુદી કરી ને હટાણાં જુદા કર્યાં એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યાં જોવાનું દ્શ્ય જ્યારે વહેંચી શક્યા નહીં ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યાં જીવતર-પછેડી જેને બધા ઓઢતા હતા તેના બધાય તાણા ને વાણા જુદા કર્યા ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા સાગમટે [...]

ગઝલ

  ગઝલ  -  આદિલ મન્સૂરી આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર સૂરજનો અંધકાર નહીં જીરવી શકો થાકી જશો શરીરની સાથે ફરી ફરી હોવાપણાનો ભાર નહીં જીરવી શકો આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને એકાંત પણ ધરાર નહીં જીરવી શકો મારગમાં એક એવી [...]

ગઝલ

ગઝલ – આદિલ મન્સૂરી તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે [...]

ગઝલ

ગઝલ – આદિલ મન્સૂરી તમે ચારે તરફ બ્રહ્માંડ્ થઈને વિસ્તરી જાઓ પરતું મારી દષ્ટિનું પડળ અળગું કરી જાઓ ગઝલની ભીની રેતી પર તમે પગલાં કરી જાઓ બધાંયે છીપલાં ખાલી પડ્યાં મોતી ભરી જાઓ કોઈ દરવેશ દ્વારે ક્યારનો ચુપચાપ ઊભો છે ઉઘાડો બારણું ને હાલ પર દષ્ટિ કરી જાઓ હવે આ તૂટલી હોડી લઈને ક્યાં સુધી [...]

ગઝલ

ગઝલ – આદિલ મન્સૂરી કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો જરૂરી લાગશે તો [...]

ગઝલ

ગઝલ – આદિલ મન્સૂરી આ જીંદગીની એવી સફર રાખીએ છીએ કે ઊંટ ઊપર આખ્ખું યે ઘર રાખીએ છીએ માથે કફન ને પગમાં કબર રાખીએ છીએ છેલ્લો ઊતારો ક્યાં છે ખબર રાખીએ છીએ જીવનની દોડધામમાં ભૂલ્યા નથી તને તારો ખયાલ આઠે પ્રહર રાખીએ છીએ તારા સિવાય અન્ય બીજું કોઈ પણ નથી્ એવો ભરોસો તારા ઉપર રાખીએ [...]

ગઝલ

ગઝલ – આદિલ મન્સૂરી માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે ફીણ થઈ પથરાયલો આખ્ખો ય કાંઠો ઘૂઘવે સૂર્યોદયને વાર છે મોંસૂઝણાંને વાર છે પંખીઓના વનમઢ્યા કલરવથી વૃક્ષો ઘૂઘવે ફૂલ ઝાકળ રંગ ખુશ્બૂ કંઈ નથી બાકી હવે ડાળ પર ખાલી પડેલો એક માળો ઘૂઘવે અરધી રાતે કોટ ઠેકી એ ધસી આવે કદાચ રાતની દીવાલ પાછળ એમ તડકો [...]

Adil Mansuri’s Urdu Poems and Writeups

Click here to download PDF of Adil Mansuri’s Urdu Poems and Writeups.

Introducing AdilMansuri.com

Adil Mansuri Box 922 Hoboken, NJ 07030-0922 USA Residence: +1 201 868 6991 Email: adil@mansuri.com