ગઝલ – આદિલ મન્સૂરી

  ગઝલ  -  આદિલ મન્સૂરી બધાયે સામટા ખખડી રહ્યા છે આ જર્જર શબ્દ જૂના થઈ ગયા છે સમયની ધૂળના છે થર ઉપર થર ઉપર એકાંતનાં પગલાં પડ્યાં છે ને ઊંડે મૂળમાં લાગ્યો છે લૂણો ને ચારે ખૂંટ પાયા હચમચ્યા છે કરાવો રંગ ને રોગાન નવતર બધેબધ પોપડા ઉખડી રહ્યા છે અનર્થોનાં ભટકતા ચામાચિડિયા નિરવતા પૂર [...]

ગઝલ – આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી તણખલા શબ્દનાં તૂટી ગયાં શું ને પરપોટા બધા ફૂટી ગયા શું હવે માથે કોઈ મીંડું ન મળતું અનુસ્વારો બધા ખૂટી ગયા શું અરે આ સૂર્યનું તૂટેલ પૈડું અને અશ્વો બધા છૂટી ગયા શું ચહેરા કોઈ દર્પણમાં ન ફરકે પ્રતિબિંબો બધાં ફૂટી ગયાં શું હ્દય વેરાન ઉજ્જડ પાટનગરી કે ઈચ્છાના દળૉ લૂંટી [...]

ગઝલ આદિલ મન્સૂરી

 ગઝલ  આદિલ મન્સૂરી આપણે સાથે ઊભેલા ફ્રેમમાં કાચની પાછળ મઢેલા ફ્રેમમાં ક્યારના યે સાવ જોડેજોડ ને એકબીજાને અઢેલા ફ્રેમમાં ચિત્રવત જકડાયલા પકડાયલા કેટલા દસકા પહેલા ફ્રેમમાં બાળપણની આંગળી ઝાલી ઊભા બેફિકર ને મેલા ઘેલા ફ્રેમમાં થાક ઊતરે તે પછી ચાલ્યા જજો બે ઘડી બેસો પહેલા ફ્રેમમાં ભીંતનાં એકાંતને તાક્યા કરો મીટ માંડીને અકેલા ફ્રેમમાં ઓળખાતા [...]

ગઝલ – આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી પેનથી લીટા કરે છે ભીંત પર બાળ લીલા વિસ્તરે છે ભીંત પર ભેંસ જેવું ચીતરે છે ભીંત પર ચીતરામણ ભાંભરે છે ભીંત પર બત્તીની પાસે પતંગા કૂદતા ને ગરોળી પણ ફરે છે ભીંત પર ખુલ્લી બારીમાંથી ફૂંકાતો પવન કંપ કૈં કેલેન્ડરે છે ભીંત પર કાચબરણીમાં સરકતી માછલી એનો પડછાયો તરે છે [...]

ગઝલ – આદિલ મન્સૂરી

 ગઝલ -  આદિલ મન્સૂરી ખાલી ખાલી અવકાશોમાં ઝબકોળી પૃથ્વીને ગોફણમાં લઈને ફંગોળી સૂરજમાં ધગધગતા રણને વિસ્તાર્યું સાત સમંદર વચ્ચે બોળી તરબોળી તાજા માજા લોહીથી શણગારે છે હાથની મેંદી ને આંગણની રંગોળી કોઈ આપે લોટ અને કોઈ બ્રહ્માંડ દ્વારે દ્વારે ફરતા સાધુ લૈ ઝોળી એકલતા જાણે કોઈ દીવાલે ચીન એકલાહાથે એ દીવાલને જૈ ધોળી હકડેઠઠ્ઠ ઈચ્છાઓનું [...]

ગઝલ – આદિલ મન્સૂરી

ગઝલ  -  આદિલ મન્સૂરી ચોતરફ છે મૌનનો અંધારપટ થઈ શકે તો શબ્દરૂપે થા પ્રગટ આપણો સંબંધ છે સીધો ને સટ વચ્ચે ના લાવો પરંતુ, ઇફ કે બટ ઓલવાઈ જાય દીવો તે પ્રથમ સર્વ બાબતની કરી લો ચોખવટ રાતભર સાથે રહે પણ દિવસે મારો પડછાઓ કહે છે દૂર હટ મૂક પ્રેક્ષક થઈ બધું જોયા કરો જીંદગી [...]

ગઝલ – આદિલ મન્સૂરી

ગઝલ  -  આદિલ મન્સૂરી માથે નામનો ભાર લઈને ફરવાનું અણગમતો અવતાર લઈને ફરવાનું ઈચ્છા અપરંપાર લઈને ફરવાનું સપનાની વણઝાર લઈને ફરવાનું માટીના ઘોડા ઉપર અસવાર થઈ લક્કડિયા તલવાર લઈને ફરવાનું નીરવ સૂના લંબાતા આ રસ્તામાં પગલાંનો આધાર લઈને ફરવાનું રોજેરોજ નવા જીવનના સંગ્રામે મૃત્યુનો પડકાર લઈને ફરવાનું અવિશ્વાસમાં અટવાતા શ્વાસો વચ્ચે ધરપત ધમધોકાર લઈને ફરવાનું [...]

ગઝલ આદિલ મન્સૂરી

 ગઝલ  આદિલ મન્સૂરી આપણે સાથે ઊભેલા ફ્રેમમાં કાચની પાછળ મઢેલા ફ્રેમમાં ક્યારના યે સાવ જોડેજોડ ને એકબીજાને અઢેલા ફ્રેમમાં ચિત્રવત જકડાયલા પકડાયલા કેટલા દસકા પહેલા ફ્રેમમાં બાળપણની આંગળી ઝાલી ઊભા બેફિકર ને મેલા ઘેલા ફ્રેમમાં થાક ઊતરે તે પછી ચાલ્યા જજો બે ઘડી બેસો પહેલા ફ્રેમમાં ભીંતનાં એકાંતને તાક્યા કરો મીટ માંડીને અકેલા ફ્રેમમાં ઓળખાતા [...]

ગઝલ – આદિલ મન્સૂરી

ગઝલ  -  આદિલ મન્સૂરી રાતદિવસ શબ્દને એવા લસોટ કોઈ રીતે અર્થની લાગે ન ખોટ બાર દરવાજા પરસ્પર પૂછતા ક્યાં ગયો આ શહેરની ફરતેનો કોટ નામ છ અક્ષરનું ઘૂંટાતું રહ્યું છેક અમદાવાદથી તે રાજકોટ અન્યને બ્રહ્માંડ આપો છો અને અમને રોજેરોજનો આપો છો લોટ રેલવે ને પ્લેન પણ સારાં છતાં સાધુને ગમતી સવારી આગબોટ જીંદગાનીના તમાશા [...]

ગઝલ – આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી નથી મળતા કોઈ નગરી નિવાસી બધા બેઠા છે ઘરમાં દ્વાર વાસી અચાનક જઈ પડ્યો પાણીમાં સૂરજ બધા પડછાયા ઊભા મોં વકાસી ક્ષણિક આનંદ પળભરનો અતિથિ અને આ વેદના તો બારમાસી ગલીની આંખ ઘેરાઈ રહી છે અને બારીમાં ઊભી છે ઊદાસી બધાયે દેવ તો પોઢી ગયા છે હજી જાગી રહી છે દેવદાસી [...]