ગઝલ - આદિલ મન્સૂરી

ગઝલ  -  આદિલ મન્સૂરી
રાતદિવસ શબ્દને એવા લસોટ
કોઈ રીતે અર્થની લાગે ન ખોટ
બાર દરવાજા પરસ્પર પૂછતા
ક્યાં ગયો આ શહેરની ફરતેનો કોટ
નામ છ અક્ષરનું ઘૂંટાતું રહ્યું
છેક અમદાવાદથી તે રાજકોટ
અન્યને બ્રહ્માંડ આપો છો અને
અમને રોજેરોજનો આપો છો લોટ
રેલવે ને પ્લેન પણ સારાં છતાં
સાધુને ગમતી સવારી આગબોટ
જીંદગાનીના તમાશા જોઈને
હસતા હસતા થઈ જવાયું લોટપોટ
છેવટે આદિલ હવે મકતા લખો
ટૂંકો ને ટચ […]

ગઝલ - આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી
નથી મળતા કોઈ નગરી નિવાસી
બધા બેઠા છે ઘરમાં દ્વાર વાસી
અચાનક જઈ પડ્યો પાણીમાં સૂરજ
બધા પડછાયા ઊભા મોં વકાસી
ક્ષણિક આનંદ પળભરનો અતિથિ
અને આ વેદના તો બારમાસી
ગલીની આંખ ઘેરાઈ રહી છે
અને બારીમાં ઊભી છે ઊદાસી
બધાયે દેવ તો પોઢી ગયા છે
હજી જાગી રહી છે દેવદાસી
ઊભા અવકાશ દ્વારે મૌન દિગ્મૂઢ
કશું બોલે ન અચરજના પ્રવાસી
સમંદરથી ય ના […]

ગઝલ - આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી
થાવ ઊભા પગ ઊપાડો બેધડક
ચોતરફ પથરાયો માટીનો મલક
અશ્વસેના ધસમસે મેદાનમાં
દરમાં દોડી જાય કીડીનું કટક
કોઈ કાળે પણ એ પીગળશે નહીં
પથ્થરો પર આમ માથું ના પટક
સ્નેહ નીતરતી હતી હમણાં સુધી
એ જ આંખોમાં હવે ડોકાય શક
સૌના હોઠે ગૂંજતો એક જ સવાલ
કેમ જીવનમાં નથી પડતો ફરક
વાત મોઢું ધોવાની ભૂલી જજો
બારણું ખખડાવે છે સોનેરી તક
નામ આદિલનું અસલમાં […]