ZAFAR IQBAL _6

 

بچپن، شاعری، زندگی، خاندان

سوال: رائلٹی کو جو صورتِ حال پاکستان میں ہے کیا آپ اس سے مطمئن ہیں؟
ظفر اقبال: دیکھیں رائلٹی کی صورت یہ ہے کہ جو معروف پبلشر ہیں وہ رائلٹی وائلٹی نقد نہیں دیتے عام طور سے۔ شاعر کو تو رائلٹی تو وہ ویسے بھی نہیں دیتے اگر دیں بھی […]

Zafar Iqbal -7

 

ان گھڑ مقلدین کا سیلاب

سوال: عام طور پر اب آپ اپنا دن کیسے گذارتے ہیں؟
ظفر اقبال: آج کل تومیں تقریباً فارغ ہوں میری موومنٹ اور ایکٹیویٹی بھی زیادہ نہیں ہے۔ اگر میں جلدی سو جاؤں تو ڈھائی تین بجے میری آنکھ کھل جاتی ہے پھر مجھے نیند نہیں آتی۔ پھر صبح کے ایک […]

Zafar Iqbal

Home

News

Sport

Radio

TV

Weather

Languages

 

پانچ غزلیں

٭٭٭
یہاں سب سے الگ سب سے جدا ہونا تھا مجھ کو
مگر کیا ہو گیا ہوں، اور، کیا ہونا تھا مجھ کو
ابھی اک لہر تھی جس کو گزرنا تھا سروں سے
ابھی اک لفظ تھا میں، اور، ادا ہونا تھا مجھ کو
پھر اس کو ڈھونڈنے میں عمر ساری بیت جاتی
کوئی اپنی ہی گم […]

کشور ناہید کے ساتھ ایک شام

 
Courtesy of UrduManzil.com

Two Ghazals Courtesy UrduManzil.com

 Adil Mansuri
Box 922
Hoboken, NJ 07030-0922 USA
Residence: +1 201 868 6991
Email: adil@mansuri.com
 

ગઝલ - આદિલ મન્સૂરી

  ગઝલ  -  આદિલ મન્સૂરી
બધાયે સામટા ખખડી રહ્યા છે
આ જર્જર શબ્દ જૂના થઈ ગયા છે
સમયની ધૂળના છે થર ઉપર થર
ઉપર એકાંતનાં પગલાં પડ્યાં છે
ને ઊંડે મૂળમાં લાગ્યો છે લૂણો
ને ચારે ખૂંટ પાયા હચમચ્યા છે
કરાવો રંગ ને રોગાન નવતર
બધેબધ પોપડા ઉખડી રહ્યા છે
અનર્થોનાં ભટકતા ચામાચિડિયા
નિરવતા પૂર પડઘા ઓગળ્યા છે
પહેરણ જિર્ણ જૂનું લીરેલીરા
ને ઉપર થીગડાં આદિલ નવાં […]

ગઝલ - આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી
તણખલા શબ્દનાં તૂટી ગયાં શું
ને પરપોટા બધા ફૂટી ગયા શું
હવે માથે કોઈ મીંડું ન મળતું
અનુસ્વારો બધા ખૂટી ગયા શું
અરે આ સૂર્યનું તૂટેલ પૈડું
અને અશ્વો બધા છૂટી ગયા શું
ચહેરા કોઈ દર્પણમાં ન ફરકે
પ્રતિબિંબો બધાં ફૂટી ગયાં શું
હ્દય વેરાન ઉજ્જડ પાટનગરી
કે ઈચ્છાના દળૉ લૂંટી ગયા શું
રદીફ આધાર શોધે શૂન્યતામાં
ખરેખર કાફિયા ખૂટી ગયા શું
ગઝલટાપુનું આ […]

ગઝલ આદિલ મન્સૂરી

 ગઝલ  આદિલ મન્સૂરી
આપણે સાથે ઊભેલા ફ્રેમમાં
કાચની પાછળ મઢેલા ફ્રેમમાં
ક્યારના યે સાવ જોડેજોડ ને
એકબીજાને અઢેલા ફ્રેમમાં
ચિત્રવત જકડાયલા પકડાયલા
કેટલા દસકા પહેલા ફ્રેમમાં
બાળપણની આંગળી ઝાલી ઊભા
બેફિકર ને મેલા ઘેલા ફ્રેમમાં
થાક ઊતરે તે પછી ચાલ્યા જજો
બે ઘડી બેસો પહેલા ફ્રેમમાં
ભીંતનાં એકાંતને તાક્યા કરો
મીટ માંડીને અકેલા ફ્રેમમાં
ઓળખાતા પણ નથી આદિલ તમે
વાળ ને દાઢી વધેલા ફ્રેમમાં

ગઝલ - આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી
પેનથી લીટા કરે છે ભીંત પર
બાળ લીલા વિસ્તરે છે ભીંત પર
ભેંસ જેવું ચીતરે છે ભીંત પર
ચીતરામણ ભાંભરે છે ભીંત પર
બત્તીની પાસે પતંગા કૂદતા
ને ગરોળી પણ ફરે છે ભીંત પર
ખુલ્લી બારીમાંથી ફૂંકાતો પવન
કંપ કૈં કેલેન્ડરે છે ભીંત પર
કાચબરણીમાં સરકતી માછલી
એનો પડછાયો તરે છે ભીંત પર
પોપડા ઉખડી રહ્યા ભૂતકાળના
રંગ મોસમના ખરે છે  ભીંત પર
ચૂનાની […]

ગઝલ - આદિલ મન્સૂરી

 ગઝલ -  આદિલ મન્સૂરી
ખાલી ખાલી અવકાશોમાં ઝબકોળી
પૃથ્વીને ગોફણમાં લઈને ફંગોળી
સૂરજમાં ધગધગતા રણને વિસ્તાર્યું
સાત સમંદર વચ્ચે બોળી તરબોળી
તાજા માજા લોહીથી શણગારે છે
હાથની મેંદી ને આંગણની રંગોળી
કોઈ આપે લોટ અને કોઈ બ્રહ્માંડ
દ્વારે દ્વારે ફરતા સાધુ લૈ ઝોળી
એકલતા જાણે કોઈ દીવાલે ચીન
એકલાહાથે એ દીવાલને જૈ ધોળી
હકડેઠઠ્ઠ ઈચ્છાઓનું જંગલ દિલમાં
આદિલ એકેક ઈચ્છા પૃથ્વીથી પહોળી